જન્મજાત નાગરિકતા ખતમ કરતાં ટ્રમ્પના આદેશનો ઇન્ડિયન અમેરિકન સાંસદોનો ઉગ્ર વિરોધ

અમેરિકામાં જન્મજાત નાગરિકતાના કાયદામાં ફેરફાર અંગેના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરનો ઇન્ડિયનન અમેરિકન સાંસદોએ આકરો વિરોધ કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી સમગ્ર વિશ્વના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને જ નહીં, પરંતુ ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને પણ અસર કરશે.

સોમવારે, પ્રમુખ તરીકેના તેમના બીજા કાર્યકાળના શરૂઆતના થોડા કલાકોમાં ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં જેમાં જાહેરાત કરાઈ હતી કે બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને ત્યાં જન્મેલા ભવિષ્યના બાળકોને હવે નાગરિક તરીકે ગણવામાં આવશે નહીં. આ આદેશ વિદેશી વિદ્યાર્થી કે ટુરિસ્ટ તરીકે કાયદેસર અમેરિકામાં રહેલી કેટલીક માતાના બાળકોને પણ અસર કરશે. ટ્રમ્પનો એક્ઝિક્યુટિવ ઓર્ડર ભારપૂર્વક જણાવે છે કે આવા બિન-નાગરિકોના બાળકો યુનાઇટેડ સ્ટેટ્સના “અધિકારક્ષેત્રને આધીન” નથી, અને તેથી બંધારણના 14મા સુધારાના દાયરામાં આવતા નથી.

ઇન્ડિયન-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કરવામાં આવેલા જન્મજાત નાગરિકત્વમાં ફેરફાર માત્ર ગેરકાયદેસર અને બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ જ નહીં પરંતુ H-1B વિઝા પર કાયદેસર રીતે આ દેશમાં રહેતા લોકોના નવજાત શિશુઓને પણ અસર કરશે. અહીં ઉલ્લેખનીય છે કે એચવનફી વિઝાના આધારે દર વર્ષે અમેરિકાની કંપનીઓએ ભારત અને ચીન જેવા દેશોમાં હજારો પ્રોફેશલ્સને નોકરી પર રાખે છે.

ખન્નાએ જણાવ્યું હતું કે આ આદેશથી અસ્થાયી ધોરણે સ્ટુડન્ટ વિઝા, H1B/H2B વિઝા અથવા બિઝનેસ વિઝા પર કાયદેસર રહેતા લોકોના બાળકોને પણ અસર થશે. રિપબ્લિકશન કાયદેસરના ઇમિગ્રેશન અંગે ઢોંગ કરી રહી છે.
કોંગ્રેસમેન શ્રી થાનેદારે કહ્યું હતું કે “ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે છે અથવા કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, જન્મસિદ્ધ નાગરિકત્વ ધરતીનો કાયદો છે અને રહેશે. હું દરેક કિંમતે તેને બચાવવા માટે લડીશ” ભારતીય અમેરિકન કોંગ્રેસવુમેન પ્રમિલા જયપાલે ગેરબંધારણીય ગણાવીને જણાવ્યું હતું કે સાદી અને સરળ ભાષામાં તે ગેરબંધારણીય છે. જો કાયદો બનાવવામાં આવશે, તો તે આપણા દેશના કાયદા અને બંધારણમાં સ્થાપિત દાખલાઓની મજાક ઉડાવશે

ઇમિગ્રેશન અધિકાર સંગઠનોના ગ્રુપે આને કોર્ટમાં પડકાર્યો છે અને કહ્યું છે કે આ ગેરબંધારણીય છે.
એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, જો માતાપિતામાંથી એક યુએસ નાગરિક અથવા કાયદેસર કાયમી નિવાસી ન હોય અમેરિકામાં 19 ફેબ્રુઆરી, 2025 પછી જન્મેલા નવજાત શિશુઓને ઓટોમેટિક નાગરિકતા મળશે નહીં.

22 રાજ્યોના એટર્ની જનરલોએ મંગળવારે બે ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર સામે સ્ટે મૂકવા રજૂઆત કરી હતી. અઢાર રાજ્યો અને બે શહેરો, સાન ફ્રાન્સિસ્કો અને વોશિંગ્ટન, ડીસીએ મેસેચ્યુસેટ્સની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આદેશને પડકાર્યો હતો, એવી દલીલ કરી હતી કે 14મા સુધારા હેઠળ જન્મસિદ્ધ નાગરિકતા “ઓટોમેટિક” છે અને પ્રેસિડન્ટ કે કોંગ્રેસ બંનેમાંથી કોઇને તેને સુધારવાની બંધારણીય સત્તા નથી. .

અજય ભુટોરિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 14મો સુધારોની ફેરવિચારણા થઈ શકે નહીં.આ એક્ઝિક્યુટિવ ઓર્ડર માત્ર ગેરબંધારણીય નથી, પરંતુ તે સમાનતા અને ન્યાયના મૂલ્યોને પણ નબળા પાડે છે જે અમેરિકાને એક ઓળખ છે. ભુટોરિયાએ દક્ષિણ એશિયાઈ અને વ્યાપક ઈમિગ્રન્ટ સમુદાયોને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જોખમમાં મૂકતી નીતિઓ સામે એકજૂથ થવા હાકલ કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *